આમુખ
મોડાસા નગરપાલિકા,
મોડાસા નગરપાલિકા સહર્ષ નાગરીકોની સેવામાં આ પથદર્શક નાગરીક હકક પત્રક રજુ કરતા આનંદ અનુભવે છે અને નાગરીકોને સારામાં સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવી અને વધુ સારૂ નગર રહેવા માટે બનાવવા કટિબધ્ધ બનાવવાનો આ પ્રયત્ન છે. આમાં અમો નાગરીકોનો સહકાર માંગીએ છીએ. જે કોઇપણ અને નાગરીક હકક પત્રકમાં વચન આપેલ છે. તે નાગરીકોના રસપૂર્વકની સમજણ અને વિકાસલક્ષી ભાગીદારસ સિવાય શકય નથી. આ નાગરીક હકક પત્રક નગરપાલિકાની તમામ પ્રકારની સેવાઓની માહિતી ઉચ્ચ ગુણવત્તાની સેવા અને નગરપાલિકાની તમામ પ્રવૃત્તીઓની માહિતી નિર્ણય લેવા માટેના જુદા જુદા સ્થળ અને અધિકૃત સક્ષમ અધિકારી સમયબધ્ધ સેવા અને ફરીયાદોના નિકાલની માહિતી આપે છે. આ હકકપત્રક એ પણ જણાવે છે કે કયા કામ માટે કોને નગરપાલિકામાં મળવું અને અરજદારે શી શી વિગતો અરજી સાથે રજુ કરવાની છે. આ પ્રથમ પ્રયત્ન છે. નગરપાલિકાની સેવાઓની લગતી બાબતો પ્રજા સમક્ષ મુકી તેની ગુણવત્તા સુધારવા સતત પ્રયત્નશીલ રહેવાની અમો અપેક્ષા રાખીએ છીએ કે આપણી નગરપાલિકાના નાગરીકો આ હકકપત્રકનો ઉપયોગ સંદર્ભ તરીકે કરી કોઇપણ સેવામાં નગરપાલિકાની નિષ્ફળતા અંગે અમારૂ ધ્યાન દોરશે. નાગરીકોની સુખાકારીને રોજબરોજની ફરીયાદો માટે અમોને નગરપાલિકામાં માહિતી અને સગવડતા પૂર્વક કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ત્યાં ટેલીફોનથી કે રૂબરૂમાં અરજી કરવાની અમારા અધિકારી આપને આપની સેવા માટે યોગ્ય માર્ગદર્શક અને જરૂરી ફોર્મ / માહિતી આપશે. આપની તમામ પ્રકારની ફરીયાદોનો નિકાલ આ નાગરીક હકકપત્રકમાં જણાવેલ હશે અને ઝડપથી સમયસર અને પારદર્શક કરશે. સાથે સાથે નાગરિકો પાસે પણ એટલી જ અપેક્ષા કે તેઓ પણ નગરપાલિકાના ટેક્ષના નાણાં સમયસર તાત્કાલિક અને પોતાની ફરજ ગણી ભરે અને ઝડપી સેવાઓ આપવામાં સહકાર આપે સાથો સાથ અમો ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ નાગરીકોને ઝડપથી આપવા પ્રતિબધ્ધ છીએ.
મુખ્ય અધિકારી શ્રી પ્રમુખ શ્રી
મોડાસા નગરપાલિકા,મોડાસા. મોડાસા નગરપાલિકા,મોડાસા.
અધિકારો અને અપેક્ષાઓ
- તમામ કચેરીઓ કામકાજના દિવસોમાં સવારે ૧૦-૩૦ થી સાંજના ૬-૧૦ સુધી ખુલ્લી રહે છે.
- કચેરીમાં આવતા તમામ અરજદારોને જે તે અધિકારી સાથે મુલાકાતનો અધિકાર રહે છે.
- કચેરીના વડાની કચેરીમાં હાજરી અંગે જે તે કચેરીમાં પ્રદર્શીત કરવામાં આવશે.
- કોઇપણ અરજદાર પોતાની ફરીયાદ અંગે કચેરીના વડાને રજુઆત કરી શકે છે.
- વહીવટી તંત્રને જુદા જુદા પ્રકરણનો ઝડપી નિકાલ માટે જરૂરી છે.
- લેવાયેલ નિર્ણયોની સ્પષ્ટ કારણોસહ જાણ અરજદારને કરવામાં આવશે.
- પત્ર વ્યવહારની ભાક્ષા સરળ અને વિવેકપૂર્વક રહેશે.
- વહીવટી તંત્રમાં સુધારા, કર્મચારીઓના વલણ અંગેની ફરીયાદો ઉપર ત્વરીત ધ્યાન આપશે.
- ગેરીરીતીય અસામાજિક પ્રવૃત્તી, ભ્રષ્ટાચાર વિગેરેની માહીતી કચેરીના વડાને અપાશે તો તે વ્યકિતનું નામ તેઓ ઇચ્છે તો ખાનગી રાખવામાં આવશે.
- ટેલીફોન, ફેકસ ઉપર મળેલા સંદેશાઓ ઉપર પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- સર્વે કર્મચારીઓ, અધિકારીઓ પ્રમાણિકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણુંક, બદલી વિગેરે બાબતે બાહય હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
- નકકી થયેલા કાયદા / નિયમો વિરૂધ્ધ વહીવટી તંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહય રીતે દબાણ પ્રયાસો ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
- નાગરીક સંસ્થાઓ, લોક ફરીયાદોના નિરાકરણ માટે ગોઠવાયેલી આવ્યવસ્થામાં સમયાંતરે સુચનો કરી શકશો.
- અરજદારે, સંસ્થાઓ તથા જીલ્લાના અન્ય ખાતાના અધિકારીઓ, પદાધિકારીઓ, અધિકાર પત્રની બાબતોના અમલમાં સહકાર આપશે તેવી અપેક્ષા છે.
- નાગરીકોને નગરપાલિકા ધ્વારા થતા કેપીટલ કામોની વિગત જેવી કે કામ કરનાર એજન્સી, કામના અંદાજીત ખર્ચ, સમય, મેટીરીયલ વિગરે કામના સ્થળે પ્રદર્શીત કરવામાં આવશે.
- વોર્ડવાર કચેરી બહાર જાહેર જનતા જોઇ શકે તે રીતે બોર્ડ પર અગત્યની માહિતી જેવી કે ઇન્ચાર્જ, સમય, મહત્વની, અગત્યની સેવા અંગે ફરીયાદોના નિકાલની સમસ્યા પ્રદર્શીત કરવામાં આવશે.
આપણા નગરમાં રહેતા નાગરિકોના – નાગરિક ધર્મ
- આપણી નગરપાલિકાની કોઇપણ પ્રકારની મિલ્કતને નુકશાન થાય તેવી કોઇ પ્રવૃત્તી નહીં કરવી કે તેવી પ્રવૃત્તી કરનારને રોકવા.
- મ્યુનિસિપાલીટીના ધરવેરા, પાણીવેરા, ગટરવેરા, વિગેરે તમામ કરના નાણાં સમયસર ભરી દેવા અને બીનજરૂરી વિલંબ કે લીટીગુશેનન કરવી.
- પાણીનો કરકસરયુકત ઉપયોગ કરી અને મુલ્યવાન પાણીનો બગાડ અટકાવવો.
- સ્ટ્રીટલાઇટોની જાળવણી કરવી અને બીનજરૂરી લાઇટો ચાલુ માલુમ પડે તો તાત્કાલીક મ્યુનિસિપાલિટીનું ધ્યાન દોરવું.
- કાયદેસરના કનેકશન વગર કે કર ભર્યા વગર કોઇપણ પ્રકારના જોડાણ જેવા કે પાણી, ગટર, લાઇટનો લાભ ન લેવો. તેવા લાભ લેનારની વિગતો નગરપાલિકામાં તાત્કાલીક આપવી અને આવા કનેકશનો કાપી નાંખવા મ્યુનિસિપાલિટીને સહયોગ આપવો.
- કચરો – કુડો કે પાણી એંઠવાડ કે કાગળો, કોથળીઓ ગમે તેમ રસ્તા પર નજ નાંખતા જે તે નજીકની કચરા પેટીઓમાં જ નાંખવો.
- પોતાના વિસ્તારમાં થતા કોઇપણ વિકાસના કામની ગુણવત્તા સારી ન જણાય તો નગરપાલિકામાં તાત્કાલિક સક્ષમ અધિકારીઓનું ધ્યાન દોરવું. જાહેર શૌચાલયો અને જગ્યાઓનો ઉપયોગ સફાઇ અને સ્વચ્છતા જળવાય તે રીતે કરાવો.
ચુંટાયેલા પ્રતિનિધિઓ પાસે અપેક્ષા
- પોતાના વિસ્તારના નાગરીકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેવું.
- પોતાના મતવિસ્તારમાં થતા વિકાસના કામોની ગુણવત્તા ઉત્તમ થાય તે માટે જાગૃત રહેવું.
- પોતાના મતવિસ્તારમાં રહેતા નાગરીકો, મ્યુનિસિપાલિટીના કરના નાણાં વસુલાત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું.
- પોતાના વિસ્તારોના નાગરીકો તેમના નાગરીક ધર્મ બરાબર બજાવે અને સાથે સાથે તેમને મ્યુનિસિપાલિટી તરફથી મળતી સેવાઓ ઉત્તમ કક્ષાની મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું.
- સૌથી પ્રથમ પાયાની જરૂરીયાત વગરના એટલે કે પાણી, ગટર, સફાઇ, રસ્તા, દિવાબત્તીથી વંચીત વિસ્તારો અને ગરીબ વિસ્તારોમાં વિકાસના કામો થાય તે માટે સતત નગરપાલિકામાં પ્રયત્ન કરવા.
- નગરપાલિકાના કામોમાં કોઇપણ પ્રકારનું રાજકારણ ન લાવવું અને સમગ્ર નગરની જરૂરીયાત મુજબ વિકાસના કામો હાથ ધરાય તે માટે પ્રયત્નો કરવા.
- નગરપાલિકાની જુદી જુદી કમીટીઓની અને અન્ય સભાઓ જેવી કે સામાન્ય સભા વિેગેરમાં સક્રીયપણે ચર્ચામાં ભાગ લેવો અને હકારાત્મક અને વિકાસલક્ષી અભિગમ રાખી લોકઉપયોગ કાર્યોમાં મદદરૂપ થવું.
- નાગરીકો અને મ્યુનિસિપાલિટી તંત્ર વચ્ચે સેતુ બની બંનેના સમન્વયથી નગરનો વિકાસ ઝડપી અને સુઆયોજીત થાય તેવા પ્રયત્નો કરવા.
નાગરીક અધિકાર પત્ર શું છે?
વહીવટી તંત્રને પ્રયત્ન કક્ષાએ જવાબદાર પૂર્ણ પારદર્શક અને લોકાભિમુખ બનાવવા આ દિશામાં કેન્દ્ર તથા રાજય સરકારો ધ્વારા કાર્યન્વિત કરવાની યોજના હેઠળ….
- જવાબદારી નાગરીક મિત્રતાપૂર્ણ સહકાર.
- વહીવટીમાં પારદર્શકતા તથા માહિતી પ્રાપ્ત કરવાનો લોકોની અધિકારી.
- લોક સેવામાં સુધારતા અને પ્રમાણિકતા.
આ ઉદેશોને પરીપૂર્ણ કરવા નાગરીક ખરડાઓ એક માત્ર અસરકારક અને સક્ષમ વહીવટી સાધન માધ્યમ છે.
શહેરના નાગરીકોને જાણ હોવી જ જોઇએ?
- મ્યુનિસિપાલિટી કઇ કઇ સેવાઓ આપે છે?
- આ સેવાઓનો લાભ માટે કોનો સંપર્ક કરવો?
નાગરીક અધિકાર પત્ર માટેની જરૂરીયાત
- લોકોની ફરીયાદો ઝડપી નિકાલ માટે નાગરીકોને તેમની ફરીયાદો માટે કઇ ચોકકસ ઓફીસે ફરીયાદ કરી શકશે. તેના ટેલીફોનથી ફરીયાદ કરી શકશે. તેના ટેલીફોનથી ફરીયાદ થઇ શકશે.? કે રૂબરૂ કે પોષ્ટથી.
- ઉચ્ચ અધિકારી સમક્ષ ફરિયાદ કરવાથી નિકાલની પધ્ધતિ વધારે સ્ટેજના કારણે વિલંબતી ન થાય તે જોવું જોઇએ
- નાગરીકને જે તે અધિકારી તેની ફરીયાદ નિકાલ કરવામાં નિષ્ફળ જાય તો ઉચ્ચ અધિકારીને તાત્કાલિક મળી શકે તેવી વ્યવસ્થા હોવી જોઇએ.
અગ્નિશામક સેવા
- આગ – અકસ્માત સમયે ફોન નં. ૦૨૭૭૪-૧૦૧, ૦૨૭૭૪-૨૪૬૫૭૨ તથા ફાયર કલાર્ક મો. ૯૩૭૬૯૨૦૪૧૩ ઉપર માહિતી આપવાથી સેવા આપવામાં આવશે. નગરપાલિકા હદમાં વિના મુલ્યે અને હદ બહાર ૧ કી.મી. દીઠ રૂા. ર૦/- મુજબ ચાર્જ તથા ફાયર ફાઇટર ફીકસ ચાર્જ રૂા. પ૦૦/- મુજબ વસુલ લેવામાં આવે છે.
એમ્બ્યુલન્સ સેવા
- બિમાર વ્યકિત માટે એમ્બ્યુલન્સ સેવા નગરપાલિકા હદમાં રૂા. ૫૦/- નો ચાર્જ વસુલ લઇ આપવામાં આવે છે. જયારે નગરપાલિકા હદ બહાર ૧ કી.મી. દીઠ રૂા. પ/- નો ચાર્જ વસુલ લઇ આપવામાં આવે છે તેમજ મે. નિયામકશ્રી, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગરથી મંજુર થયેલ નિયમોને આધિન અન્ય ચાર્જ વસુલ લેવામાં આવે છે.
સફાઇ સુવિધા સેવા
- ગામતળ વિસ્તારમાં સફાઇની સંપૂર્ણ વ્યવસ્થા તથા જે સોસાયટીના રસ્તાઓ નગરપાલિકાને સોંપાયેલ રસ્તાઓની સફાઇ હાથ ધરવામાં આવે છે.
- શહેરમાં મૃત જાનવરનો તાકીદે નિકાલ
- આ અંગે નગરપાલિકા ઓફીસમાં ફોન નં. ૦૨૭૭૪-૨૪૬૨૦૯ અથવા ફાયર બ્રિગેડ ફોન નં. ૦૨૭૭૪-૨૪૬૨૦૯ પર જાણ કરવાથી શકય તેટલી વહેલી તકે મૃત જાનવર ઉઠાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
- નગરપાલિકાની જાહેર ગટરોની સફાઇ વ્યવસ્થા કરવામાં આવે છે
નગરપાલિકાને વિવિધ વિકાસના કામો માટે મળતી લોન / ગ્રાંટની વિગત
- અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરની ગ્રાંટ
- મનોરંજન કરની ગ્રાંટ
- છુટાછવાયા આદિવાસીઓના ઉત્કર્ષની ગ્રાંટ
- ગંદા વિસ્તાર નાબુદી યોજનાની ગ્રાંટ
- સુવર્ણ જયંતિ રોજગાર યોજનાની ગ્રાંટ
- યુ.ડી.પી. – ૩ હેઠળની ગ્રાંટ
- દશમાં નાણાં પંચની ગ્રાંટ / અગિયારમાં નાણાંપંચ
- આઇ.ડી.એસ.એસ.એમ.ટી. હેઠળ કેન્દ્ર સરકારશ્રીની (૫૦ ટકા) તથા રાજય સરકારશ્રીની પ્રમાણેની સંયુકત લોન.
- જીવન વિમા નિગમની લોન.
- શ્રીનીધી લોન.
- યુ.આઇ.ડી.એસ.એસ.એમ.ટી. યોજના
- આઇ.એચ.એસ.ડી.પી. યોજના